કાલાવડ, જોડીયા, મોરબીના ખેડૂતોના સિંચાઈ પ્રશ્ને જળસંપત્તિ મંત્રી સમક્ષ ધારાસભ્યની રજૂઆત
કાલાવડ, જોડીયા, મોરબીના ખેડૂતોના સિંચાઈ પ્રશ્ને જળસંપત્તિ મંત્રી સમક્ષ ધારાસભ્યની રજૂઆત
Published on: 26th August, 2026

કાલાવડ, જોડીયા અને મોરબી તાલુકાના ખેડૂતો તથા ગ્રામજનોને પીવાના અને સિંચાઈના પાણીની સમસ્યાના તાત્કાલિક નિરાકરણ માટે ધારાસભ્ય મેઘજીભાઈ એ.ચાવડાએ રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલને રૂબરૂ મળીને રજૂઆત કરી છે. કાલાવડમાં પાણીની અછતને કારણે સૌની યોજના હેઠળ ઉંડ-4 ડેમમાં પાણી ઠાલવી નદીમાં વહેવડાવવાની, જોડીયામાં આજી-4 ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવાની, અને મોરબીના 11 ગામોને ડેમી-2 યોજના હેઠળ આવરી લઈને સિંચાઈ સુવિધા આપવાની માંગ કરાઈ છે. વરસાદની અછતને કારણે પાકને નુકસાન થતું અટકાવવા ત્વરિત કાર્યવાહી કરવા પર ભાર મૂકાયો છે.