ગેસ બિલના નામે વૃદ્ધ સાથે ₹1.40 લાખની સાયબર ઠગાઈ
ગેસ બિલના નામે વૃદ્ધ સાથે ₹1.40 લાખની સાયબર ઠગાઈ
Published on: 14th September, 2026

અમદાવાદના અમરાઈવાડીમાં ગેસ બિલ બાકી હોવાનું કહીને એક વૃદ્ધને નકલી APK લિંક મોકલી ₹1.40 લાખની સાયબર ઠગાઈ કરવામાં આવી છે. અદાણી ગેસનું બિલ અપડેટ કરવાના બહાને ઠગે WhatsApp પર લિંક મોકલી, ડેબિટ કાર્ડ વિગતો મેળવી અને OTP વગર જ ખાતું ખાલી કર્યું. પીડિત અનિલકુમાર પટેલે સાયબર હેલ્પલાઈન 1930 અને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.