ગુજરાતમાં 18 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ
ગુજરાતમાં 18 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ
Published on: 14th September, 2026

ગુજરાતમાં બપોરે 1 વાગ્યા સુધી ઉત્તર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 18 જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, સુરત સહિતના મહત્વના જિલ્લાઓમાં નાગરિકોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે. કચ્છ, બનાસકાંઠા, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે. છેલ્લા 24 કલાકમાં 234 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 207 ડેમો પૈકી 17 ડેમો સંપૂર્ણ ભરાઈ ગયા છે.