હેર સલૂનથી યોગ ગુરૂ: ધો. 12 પાસ પ્રદીપની કેન્સર-હાર્ટ બ્લોકેજ સારવાર, આશ્રમમાં ઓપરેશન થિયેટર અને રજવાડી શોખ.
હેર સલૂનથી યોગ ગુરૂ: ધો. 12 પાસ પ્રદીપની કેન્સર-હાર્ટ બ્લોકેજ સારવાર, આશ્રમમાં ઓપરેશન થિયેટર અને રજવાડી શોખ.
Published on: 21st March, 2026

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 2 કરોડની નકલી નોટો સાથે સુરતના કથિત યોગ ગુરૂ પ્રદીપ જોટંગીયાને પકડ્યો. ધો. 12 પાસ પ્રદીપ હેર સલૂન ચલાવતો હતો, જેણે ‘શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશન’ નામથી આયુર્વેદિક ઉપચાર દ્વારા કેન્સર-હાર્ટ બ્લોકેજ મટાડવાનો દાવો કર્યો. આશ્રમમાં ઓપરેશન થિયેટર મળ્યું, તે ભગવાન કૃષ્ણના વેશમાં પણ જોવા મળ્યો અને મહારાણા પ્રતાપના ગીતો પર ઘોડેસવારી કરતો હતો. PI એ જણાવ્યું કે પ્રદીપ પાસે કોઈ મેડિકલ ડિગ્રી નથી.