અમદાવાદ: વડોદરા પછી હવે અમદાવાદની શાળાઓ ટાર્ગેટ પર, 3 જાણીતી સ્કૂલોને ધમકીભર્યા મેઈલ મળ્યા.
અમદાવાદ: વડોદરા પછી હવે અમદાવાદની શાળાઓ ટાર્ગેટ પર, 3 જાણીતી સ્કૂલોને ધમકીભર્યા મેઈલ મળ્યા.
Published on: 16th February, 2026

વડોદરા બાદ અમદાવાદની A-One, DAV, Asia જેવી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, જેના પગલે પોલીસ તપાસ કરી રહી છે. સુરક્ષા એજન્સીઓ અને Bomb Disposal Squad (BDS) તપાસમાં લાગી છે અને વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. પોલીસ દ્વારા શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે.