વલસાડમાં D.El.Edની પરીક્ષામાં ડમી છાત્ર ઝબ્બે
વલસાડમાં D.El.Edની પરીક્ષામાં ડમી છાત્ર ઝબ્બે
Published on: 30th May, 2026

વલસાડના જૂજવા ગામ સ્થિત આઈપી ગાંધી સ્કૂલ પરીક્ષા કેન્દ્રમાં D.El.Ed પ્રથમ વર્ષની પરીક્ષા દરમિયાન ડમી ઉમેદવાર ઝડપાયો હતો. ચોથા પેપર દરમિયાન નિરીક્ષકને શંકા જતાં તપાસમાં નવનીત મૌર્ય નામનો યુવક પટેલ અશ્વિન નામના અસલી ઉમેદવારના સ્થાને પરીક્ષા આપતો હોવાનું બહાર આવ્યું. અસલી વિદ્યાર્થી અગાઉના ત્રણ પેપર આપી ચૂક્યો હતો. ઘટનાની પુષ્ટિ બાદ તંત્રએ ગુજરાત પરીક્ષા ગેરરીતિ અટકાવવા અધિનિયમ હેઠળ કાર્યવાહી શરૂ કરી છે. D.El.Ed પ્રાથમિક શિક્ષક બનવા માટેનો મહત્વપૂર્ણ કોર્સ હોવાથી મામલો ગંભીર માનવામાં આવી રહ્યો છે.