વલસાડના ભિલાડ ચેકપોસ્ટ પર ટેમ્પામાંથી 152 ગ્રામ ગાંજા સાથે ચાલકની ધરપકડ
વલસાડના ભિલાડ ચેકપોસ્ટ પર ટેમ્પામાંથી 152 ગ્રામ ગાંજા સાથે ચાલકની ધરપકડ
Published on: 22nd August, 2026

વલસાડના ભીલાડ પોલીસે જંબુરી ચેકપોસ્ટ નજીક એક આઇસર ટેમ્પોમાંથી 152 ગ્રામ ગાંજો ઝડપી પાડ્યો છે. ટેમ્પો ચાલક રાજેશકુમાર વિદ્યાધર સિંગ, જે બિહારનો રહેવાસી છે, તેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે 7900 રૂપિયાના ગાંજાના જથ્થા સહિત કુલ 10.20 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીએ પૂછપરછમાં જણાવ્યું કે તેણે આ ગાંજો પોતાના પીવાના ઉપયોગ માટે ખરીદ્યો હતો. ભિલાડ પોલીસે NDPS Act હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.