ધ કાઈટ રનર: બીજી તક મળે તો ભાગી જઈશું કે પાછા ફરીશું?
ધ કાઈટ રનર: બીજી તક મળે તો ભાગી જઈશું કે પાછા ફરીશું?
Published on: 23rd January, 2026

`ધ કાઈટ રનર` વાર્તા લાઉડનેસ, મેલોડ્રામા વગર મિત્રતા, અપરાધભાવ અને વફાદારીની વાત કરે છે. ખાલેદ હુસેનીની આ નવલકથા બેસ્ટ સેલર બની. 2007 માં તેના પરથી ફિલ્મ બની. ફિલ્મ અફઘાનિસ્તાનના લોહિયાળ ઈતિહાસની સાથે નૈતિકતાની વાત કરે છે. ફિલ્મ કાબુલ શહેર અને દેશનિકાલની સ્થિતિને દર્શાવે છે, મુક્તિનો પીડાદાયક રસ્તો બતાવે છે. જો બીજી તક મળે તો શું કરીશું એ પ્રશ્ન પૂછે છે.