ગોંડલ પાસે કાર-એક્ટિવા ટક્કરમાં અનિડા ભાલોડીના ત્રણના મોત, ગામમાં શોક
ગોંડલ પાસે કાર-એક્ટિવા ટક્કરમાં અનિડા ભાલોડીના ત્રણના મોત, ગામમાં શોક
Published on: 28th September, 2026

ગોંડલ તાલુકામાં ઘોડાવાદર અને રામોદ ગામ વચ્ચે કારે એક્ટિવાને હડફેટે લેતાં એક જ પરિવારના ત્રણ સભ્યોના કરૂણ મોત નીપજ્યા છે. અનિડા ભાલોડી ગામના જયેશભાઈ બગડા (40), તેમના પત્ની શાંતુબેન (37) અને 13 વર્ષીય પુત્ર વ્રજ, ભત્રીજીની ખબર પૂછવા જઈ રહ્યા હતા ત્યારે આ ભયાનક અકસ્માત થયો. પૂરઝડપે આવી રહેલી કારે એક્ટિવાને ટક્કર મારતાં ત્રણેયના ઘટનાસ્થળે જ મોત થયા. ગામમાં એકસાથે ત્રણ અર્થીઓ ઉઠતાં શોકનો માહોલ છવાયો છે.