દાહોદ: જંગલ જમીનમાં પશુ ચરાવવા બાબતે લાંચ માંગતા બે Forest અધિકારીઓ 11 હજાર સાથે ઝડપાયા.
દાહોદ: જંગલ જમીનમાં પશુ ચરાવવા બાબતે લાંચ માંગતા બે Forest અધિકારીઓ 11 હજાર સાથે ઝડપાયા.
Published on: 26th September, 2025

દાહોદમાં ACBએ ચાકલીયા બીટગાર્ડ અને રોજમદારને 11 હજારની લાંચ લેતા પકડ્યા. જંગલ ખાતાની જમીનમાં પશુ ચરાવવા અંગે લાંચ માંગી. બંનેએ દંડના બહાને વ્યક્તિ દીઠ 2 હજાર માંગ્યા, પછી 1000 રૂ નક્કી કર્યા. ફરિયાદી સહિત 10 લોકો જંગલમાં પશુ ચરાવતા હતા. આથી સુરેશસિંહ બારડ અને સુનિલભાઈ પારઘીએ લાંચ માંગી, અને 11 હજાર લેતા રંગેહાથે ઝડપાયા.