વલસાડ: APMC માર્કેટમાં પાર્કિંગ બાબતે વેપારી પર હુમલો થતાં બજાર બંધ રાખી ન્યાયની માંગણી.
વલસાડ: APMC માર્કેટમાં પાર્કિંગ બાબતે વેપારી પર હુમલો થતાં બજાર બંધ રાખી ન્યાયની માંગણી.
Published on: 26th September, 2025

વલસાડ APMC માર્કેટમાં પાર્કિંગ બાબતે અનાજના વેપારી પર કેરીના વેપારીએ હુમલો કર્યો. ઇજાગ્રસ્ત વેપારીને હોસ્પિટલમાં દાખલ કરાયા. વેપારીએ ટેમ્પો ચાલકને યોગ્ય પાર્કિંગ કરવાનું કહેતા મામલો ગરમાયો. ત્યારબાદ કેરીના વેપારીએ થપ્પડ મારી. APMC માર્કેટના વેપારીઓમાં રોષ ફેલાયો, હુમલાખોર સામે કડક કાર્યવાહીની માંગ સાથે ફરિયાદ નોંધાવાઈ અને દુકાનો બંધ કરી ન્યાયની માગણી કરાઈ. પોલીસે તપાસ હાથ ધરી.