ચોક્સીને ભારત લાવવાની પ્રક્રિયા 15 સપ્ટેમ્બરથી શરૂ; CBI-MEA બેલ્જિયમ કોર્ટમાં પુરાવા રજૂ કરશે.
ચોક્સીને ભારત લાવવાની પ્રક્રિયા 15 સપ્ટેમ્બરથી શરૂ; CBI-MEA બેલ્જિયમ કોર્ટમાં પુરાવા રજૂ કરશે.
Published on: 11th September, 2025

ભાગેડુ મેહુલ ચોક્સીના બેલ્જિયમથી ભારત પ્રત્યાર્પણની કાર્યવાહી 15 સપ્ટેમ્બરથી શરૂ થશે. PNB સાથે ₹13,850 કરોડની છેતરપિંડીનો તેના પર આરોપ છે. CBI અને MEA ભારત વતી બેલ્જિયમની કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરશે. ભારતે બેલ્જિયમને લેખિત ગેરંટી આપી છે કે તેને આર્થર રોડ જેલમાં રાખવામાં આવશે, જ્યાં તેને માનવીય વર્તન અને તબીબી સંભાળ જેવી સુવિધાઓ અપાશે. CBI પુરાવા આપવામાં નિષ્ફળ જાય તો મુક્તિ પણ શક્ય છે.