તાંબા, સ્ટીલ અને પ્લાસ્ટિકના ભાવ વધારાની અસર
તાંબા, સ્ટીલ અને પ્લાસ્ટિકના ભાવ વધારાની અસર
Published on: 10th October, 2026

ધાતુઓના ભાવમાં થયેલા ભારે વધારાને કારણે ઉત્પાદન ખર્ચમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. ગયા વર્ષે તાંબાના ભાવમાં ૬૦%, સ્ટીલમાં ૪૦% અને પ્લાસ્ટિકમાં ૧૦૦%નો વધારો થયો છે. આ પરિસ્થિતિને કારણે ગીઝર, કુલર અને પંખા જેવા ઘરગથ્થુ ઉપકરણોના ભાવમાં ૮-૧૦%નો વધારો થયો છે. વૈશ્વિક બજારમાં તાંબાની કિંમત પ્રતિ ટન ૧૪,૦૦૦ ડોલરથી વધુ થતાં ઇલેક્ટ્રોનિક્સ, ઓટોમોબાઇલ્સ અને બાંધકામ જેવા અનેક ઉદ્યોગો પર તેની અસર જોવા મળી રહી છે. કેટલાક ઉત્પાદકો ખર્ચ ઘટાડવા માટે એલ્યુમિનિયમ જેવા વૈકલ્પિક ધાતુઓ તરફ વળી રહ્યા છે.