યુટ્યુબર ધ્રુવ રાઠીની ગુરૂગ્રામથી અટકાયત
યુટ્યુબર ધ્રુવ રાઠીની ગુરૂગ્રામથી અટકાયત
Published on: 10th October, 2026

દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટી (CJP)ના વિરોધ પ્રદર્શનને પગલે પોલીસે ગુરૂગ્રામ સ્થિત યુટ્યુબર ધ્રુવ રાઠીને તેમના ઘરેથી કસ્ટડીમાં લીધા છે. રાઠી આજે CJPના વિરોધ પ્રદર્શનમાં સામેલ થવાના હતા. આ દરમિયાન, પોલીસે જંતર-મંતર તરફ જઈ રહેલા અનેક પ્રદર્શનકારીઓને પણ અટકાવ્યા છે, જેમાં જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને અન્ય 150 લોકોનો સમાવેશ થાય છે. દિલ્હીના વિવિધ વિસ્તારોમાંથી કુલ 500 લોકોની અટકાયત કરવામાં આવી હોવાનો દાવો છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને જંતર-મંતર અને આસપાસના વિસ્તારોમાં બેરિકેડિંગ વધારવામાં આવ્યું છે.