દિલ્હી એરપોર્ટ પર CJP નેતાઓ અભિજિત દીપક, સૌરવ દાસ અને આશુતોષ રાંકાની વિમાનમાંથી અટકાયત
દિલ્હી એરપોર્ટ પર CJP નેતાઓ અભિજિત દીપક, સૌરવ દાસ અને આશુતોષ રાંકાની વિમાનમાંથી અટકાયત
Published on: 10th October, 2026

દિલ્હી પોલીસે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 'કોકરોચ જનતા પાર્ટી' (CJP)ના સ્થાપક અભિજિત દીપક, સૌરવ દાસ અને આશુતોષ રાંકાની વિમાનની અંદરથી અટકાયત કરી છે. શનિવારે પ્લેન લેન્ડ થતાં જ પોલીસ વિમાનમાં પ્રવેશી હતી, જેના કારણે અફરાતફરી મચી હતી. અભિજિત દીપકે ધરપકડ સ્વીકારવાની તૈયારી દર્શાવી હતી, પરંતુ પોલીસે તેને કાનૂની કાર્યવાહી નહીં પણ માત્ર અટકાયત ગણાવી હતી. CJPએ આ કાર્યવાહીની નિંદા કરી છે. આ ઉપરાંત, દિલ્હીમાં યોજાનારા વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને જાણીતા યુટ્યુબર ધ્રુવ રાઠીની ગુરુગ્રામથી પણ અટકાયત કરવામાં આવી છે.