CJP નેતા અભિજીત દિપકેની દિલ્હી એરપોર્ટ પર અટકાયત
CJP નેતા અભિજીત દિપકેની દિલ્હી એરપોર્ટ પર અટકાયત
Published on: 10th October, 2026

કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજીત દિપકે સહિત ત્રણ નેતાઓની દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (IGI) એરપોર્ટ પર આગમન બાદ અટકાયત કરવામાં આવી છે. CJPનો દાવો છે કે આ કાર્યવાહી જંતર-મંતર ખાતે યોજાનાર વિરોધ પ્રદર્શનને રોકવા માટે કરવામાં આવી છે. દિલ્હી પોલીસ દ્વારા વિમાનમાં જ ધરપકડનો પ્રયાસ કરાતાં દિપકેએ કહ્યું કે તેઓ ધરપકડ માટે તૈયાર છે અને આ કાર્યવાહીને અવરજવરની સ્વતંત્રતાનું ઉલ્લંઘન ગણાવ્યું છે. CJPએ નેતાઓની તાત્કાલિક મુક્તિની માંગ કરી છે.