દિલ્હી પોલીસે CJPના જંતર-મંતર પ્રદર્શનને મંજૂરી ન આપી
દિલ્હી પોલીસે CJPના જંતર-મંતર પ્રદર્શનને મંજૂરી ન આપી
Published on: 10th October, 2026

દિલ્હીમાં કૉકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા 10 ઓક્ટોબરે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે જંતર-મંતર ખાતે પ્રદર્શન કરવાની જાહેરાત કરાઈ હતી, પરંતુ દિલ્હી પોલીસે મંજૂરી આપી નહોતી. તેમ છતાં પ્રદર્શન માટે પહોંચેલા CJPના નેતાઓ અને 150થી વધુ સમર્થકોની પોલીસે અટકાયત કરી હતી. પોલીસે મંજૂરી ન આપવાનાં ત્રણ મુખ્ય કારણો જણાવ્યાં છે: પ્રદર્શનની જાણ મોડી કરાઈ, અગાઉની શરતોનું પાલન ન થયું, અને કાયદો-વ્યવસ્થા તથા સુરક્ષાની ચિંતા. જંતર-મંતર પર પ્રદર્શન માટે ઓછામાં ઓછા 10 દિવસ પહેલાં અરજી કરવી જરૂરી છે, જે CJP દ્વારા પાળવામાં આવ્યું ન હતું.