CNG ડીલરોની બીજા દિવસે હડતાળ યથાવત્‎
CNG ડીલરોની બીજા દિવસે હડતાળ યથાવત્‎
Published on: 16th September, 2026

બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં CNG ડીલરોની હડતાળ બીજા દિવસે પણ યથાવત્ રહેતાં આશરે 65 પંપ બંધ રહ્યા હતા. તેના કારણે 40 હજાર પૈકી 24 હજારથી વધુ CNG રિક્ષાના પૈડા થંભી ગયા છે. જિલ્લા CNG ડીલર એસોસિએશનના મહામંત્રી હાર્દિકભાઈ ચૌધરીના જણાવ્યા મુજબ કમિશન, મેઇન્ટેનન્સ, સપ્લાય સહિતની 9 માંગણીઓ મુદ્દે વહીવટી તંત્ર કંપની સાથે મધ્યસ્થી કરી રહ્યું છે, પરંતુ હજુ સુધી નક્કર ઉકેલ આવ્યો નથી. કંપનીએ આપેલી બાંહેધરી છતાં સંતોષકારક નિરાકરણ ન આવતા ડીલરોએ હડતાળ ચાલુ રાખી હતી.