મોડાસામાં અખાધ કેરીઓનો નાશ કરી વેપારીઓને 4200 રૂપિયા દંડ કરાયો.
મોડાસામાં અખાધ કેરીઓનો નાશ કરી વેપારીઓને 4200 રૂપિયા દંડ કરાયો.
Published on: 13th May, 2026

મોડાસામાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે લોકો ઠંડક મેળવવા વિવિધ ઠંડા પીણાં અને રસ પી સંતોષ માને છે. જો કે આવા સમયે તકનો લાભ ઉઠાવી અનેક વેપારીઓ લોકોને અખાધ વસ્તુઓ પીરસતા હોય છે ત્યારે મોડાસામાં નગરપાલિકાના વહીવટીદાર વિશાલ.બી.પટેલ તેમજ ચીફ્ ઓફ્સિર ભદ્રેશ.જે પટેલના માર્ગદર્શન હેઠળ સુનિલસિંહ રાજપુરોહિત, ચિરાગ પ્રજાપતિ તથા આરોગ્ય ટીમ દ્વારા શહેરમાં જુદી જુદી 8 જગ્યાએ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અખાદ્ય કેરીઓનો નાશ કરી દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી.