વડિયામાં ડીઝલની અછત, ખેડૂતો હેરાન
વડિયામાં ડીઝલની અછત, ખેડૂતો હેરાન
Published on: 21st May, 2026

વડિયા પંથકમાં ડીઝલની ભારે અછતને કારણે ખેડૂતો મુશ્કેલીમાં છે. સીઝન ટાણે ટ્રેક્ટરો માટે ડીઝલ ખૂટી પડતાં ખેડૂતો છેલ્લા ત્રણ દિવસથી પેટ્રોલ પંપો પર લાંબી કતારોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. તેમને પૂરો જથ્થો મળતો નથી.