ઈંધણ આપવાની ના પાડનારા પેટ્રોલ પંપો પર સરકારનો કડક આદેશ!
ઈંધણ આપવાની ના પાડનારા પેટ્રોલ પંપો પર સરકારનો કડક આદેશ!
Published on: 21st May, 2026

સરકારના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું છે કે દેશમાં પેટ્રોલ, ડીઝલ અને LPGનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને કોઈ અછત નથી. Indian Oil Corporation સહિતની સરકારી ઓઇલ કંપનીઓના પેટ્રોલ પંપ પર સતત પુરવઠો જળવાઈ રહે તે માટે કડક દેખરેખ રાખવામાં આવી રહી છે. ઈંધણ આપવાનો ઇનકાર કરનાર પંપો સામે કાર્યવાહી પણ થઈ રહી છે. લણણીની સીઝન અને ખાનગી કંપનીઓના વધેલા ભાવને કારણે સરકારી પંપ પર માંગ વધી છે. ઉપરાંત રશિયાથી ક્રૂડ ઓઇલની આયાત યથાવત રાખીને સપ્લાય ચેન જાળવવામાં આવી રહી છે.