ડીઝલની મોકાણ: ખેડૂતો સતત ત્રીજા દિવસે પરેશાન, પંપો પર લાંબી કતાર.
ડીઝલની મોકાણ: ખેડૂતો સતત ત્રીજા દિવસે પરેશાન, પંપો પર લાંબી કતાર.
Published on: 21st May, 2026

અમરેલી જિલ્લામાં ડીઝલની અછત યથાવત છે, ખેડૂતો, વાહનચાલકો અને ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે જોડાયેલા લોકો હાલાકી ભોગવી રહ્યા છે. પેટ્રોલપંપો પર લાંબી લાઇનો લાગેલી છે. ડીઝલનો મર્યાદિત જથ્થો મળતા નિયંત્રિત વિતરણ થાય છે. ચોમાસાની સીઝન પૂર્વે ડીઝલની અછત ખેડૂતોની મુશ્કેલીઓ વધારી રહી છે, ખેતીના કામો ઠપ્પ થયા છે.