કાગળ પર લાખો ટન કોલસો, પોર્ટ પર ઝીરો સ્ટોકનો મોટો ઘટસ્ફોટ
કાગળ પર લાખો ટન કોલસો, પોર્ટ પર ઝીરો સ્ટોકનો મોટો ઘટસ્ફોટ
Published on: 22nd September, 2026

રાજકોટના રોકાણકારો સાથેના ₹144 કરોડના કૌભાંડમાં CA ત્રિપુટીએ કાલુપુર કોમર્શિયલ કો-ઓપરેટિવ બેન્ક સાથે મોટો ફ્રોડ કર્યો છે. M/s Turnrest Resources Pvt. Ltd. ના ફોરેન્સિક ઓડિટમાં જાણીતી ઓડિટિંગ ફર્મના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સે ચોંકાવનારી અનિયમિતતાઓ શોધી કાઢી છે. પોર્ટ પર કોલસાનો દાણો ન હોવા છતાં લાખો મેટ્રિક ટનનો સ્ટોક દર્શાવી કરોડોની ક્રેડિટ મેળવવાનું સુનિયોજિત ષડ્યંત્ર ઓડિટ રિપોર્ટમાં ઉજાગર થયું છે.