અમેરિકાએ ભારત પર 25% ટેરિફ લગાવવા છતાં ગુવાર શીંગને કેમ બાકાત રાખી?
અમેરિકાએ ભારત પર 25% ટેરિફ લગાવવા છતાં ગુવાર શીંગને કેમ બાકાત રાખી?
Published on: 04th August, 2025

ભારત ગુવાર શીંગનું સૌથી મોટું ઉત્પાદક છે, જે વૈશ્વિક ઉત્પાદનના 80% જેટલું છે. અમેરિકા ભારતથી મોટા પાયે ગુવાર શીંગની આયાત કરે છે. USAએ ભારતીય આયાત પર 25% ટેરિફ લગાવ્યો હોવા છતાં, ડોનાલ્ડ ટ્રમ્પે ગુવાર શીંગને મુક્તિ આપી છે. ગુવાર શીંગનો ઉપયોગ પશુચારા ઉપરાંત ખાદ્ય, દવા, કાગળ, તેલ અને ગેસ ઉદ્યોગોમાં થાય છે. USA ગુવાર ગમનું મોટું ખરીદદાર છે અને તે શેલ ઓઇલ અને નેચરલ ગેસના ખનન માટે જરૂરી છે, તેથી ટેરિફમાં છૂટ અપાઈ.