9 કરોડના ખર્ચે બનાવેલી હોરર ફિલ્મે 1400 કરોડની કમાણી કરી!
9 કરોડના ખર્ચે બનાવેલી હોરર ફિલ્મે 1400 કરોડની કમાણી કરી!
Published on: 01st June, 2026

Obsession નામની આ લો-બજેટ હોરર ફિલ્મે મનોરંજન જગતમાં ધૂમ મચાવી છે. માત્ર 26 વર્ષીય યુટ્યુબર કરી બાર્કરે દિગ્દર્શન, વાર્તાલેખન અને સંપાદન કરીને આ ફિલ્મને આ વર્ષની ટોપ-રેટેડ હોરર ફિલ્મ બનાવી છે. 1 મિલિયન ડોલર (આશરે 9 કરોડ) ના બજેટમાં બનેલી આ ફિલ્મે વિશ્વભરમાં 148 મિલિયન ડોલર (આશરે 1404 કરોડ) થી વધુની કમાણી કરી, જેનાથી હોલીવુડ અને બોલીવુડના દિગ્ગજો પણ ચોંકી ગયા છે. IMDb પર 8.2 રેટિંગ સાથે, આ ફિલ્મ સાયકોલોજિકલ હોરરના શોખીનો માટે મસ્ટ-વોચ છે.