ગુજરાતના બે ભાઈઓના કટાક્ષ ભરેલા ગીતે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી.
ગુજરાતના બે ભાઈઓના કટાક્ષ ભરેલા ગીતે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી.
Published on: 27th May, 2026

ગુજરાતના પાટણના પંકજ અને અરવિંદ નાયતા નામના બે ભાઈઓએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા અને મોંઘવારી પર કટાક્ષ કરતું એક ગીત બનાવ્યું છે. આ ગીત સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયું છે. માત્ર 5 દિવસમાં આ ગીતને 70 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે. ગીતમાં દર્શાવવામાં આવ્યું છે કે પેટ્રોલ-ડીઝલ મોંઘા થવાથી સામાન્ય માણસની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પણ મોંઘી થઈ રહી છે. આ ગીત દ્વારા સામાન્ય માણસની પીડાને વાચા મળી છે.