બરડા જંગલ સફારીમાં સિંહ પરિવારના દર્શન.
બરડા જંગલ સફારીમાં સિંહ પરિવારના દર્શન.
Published on: 27th May, 2026

ગીર બાદ હવે બરડા જંગલ સફારી પાર્કમાં પણ સિંહ પરિવારનો દબદબો જોવા મળ્યો છે. તાજેતરમાં, સફારી દરમિયાન એક સિંહણ તેના ત્રણ નાનકડા બચ્ચા સાથે મુક્તપણે વિહરતી દેખાઈ, જેનાથી પ્રવાસીઓ અને વન્યજીવ પ્રેમીઓમાં ભારે રોમાંચ છવાઈ ગયો. માતા સાથે રમતિયાળ મૂડમાં ગેલ કરતા બચ્ચાઓને નજીકથી નિહાળવાનો લહાવો મળતાં પ્રવાસીઓ આનંદિત થયા. સિંહ પરિવારના આ રમતીયાળ દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા, જે બરડા જંગલ સફારીના અદભૂત અનુભવમાં વધારો કરે છે.