'નવી ખુરશી આવી જશે, દેશ બીજો ક્યાંથી લાવશો..', ફિલ્મ ‘ગવર્નર’નું ટ્રેલર રિલીઝ
'નવી ખુરશી આવી જશે, દેશ બીજો ક્યાંથી લાવશો..', ફિલ્મ ‘ગવર્નર’નું ટ્રેલર રિલીઝ
Published on: 26th May, 2026

મનોજ બાજપેયી અને અદા શર્મા અભિનીત ફિલ્મ ‘ગવર્નર’નું ટ્રેલર રિલીઝ થયું છે. આ ફિલ્મ 1990-92 દરમિયાન RBI ગવર્નર એસ. વેંકટરામનનથી પ્રેરિત છે, જેમણે ભારતને આર્થિક સંકટમાંથી બહાર કાઢ્યું હતું. 2 મિનિટ 54 સેકન્ડનું ટ્રેલર આર્થિક અને રાજકીય પરિસ્થિતિઓ પર પ્રકાશ પાડે છે. વિપુલ અમૃતલાલ શાહ નિર્મિત આ ફિલ્મમાં મનોજ બાજપેયી લીડ રોલમાં છે, જ્યારે અદા શર્મા પત્રકારની ભૂમિકામાં છે. 12 જૂને રિલીઝ થઈ રહી છે.