નુસરત ભરૂચાના 'વિચિત્ર અવાજ' પર આખરે સ્પષ્ટતા, અભિનેત્રીએ ખોલ્યું મોટું રહસ્ય!
નુસરત ભરૂચાના 'વિચિત્ર અવાજ' પર આખરે સ્પષ્ટતા, અભિનેત્રીએ ખોલ્યું મોટું રહસ્ય!
Published on: 04th June, 2026

બોલિવૂડ અભિનેત્રી Nushrratt Bharuccha સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં આવતા 'વિચિત્ર અવાજ' અંગે ભારે ચર્ચામાં હતી. IPL 2026ની ફાઇનલ મેચ જોતી વખતે પોસ્ટ કરેલા આ વીડિયો પાછળના અવાજને લઈને અનેક અટકળો લગાવવામાં આવી રહી હતી. આ હોબાળા બાદ, નુસરત ભરૂચાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરીને આ મામલે સ્પષ્ટતા કરી છે. તેણીએ જણાવ્યું કે, આ અવાજ કોઈ માણસનો નહીં, પરંતુ ઘરમાં હાજર કૂતરાના નાના બચ્ચાનો હતો. તેણીએ લોકોને કોઈપણ ધારણાઓ ફેલાવતા પહેલા જવાબદારીપૂર્વક વિચારવા અપીલ કરી છે.