લગ્નના ૨૦ વર્ષ બાદ અભિનેતા સૂર્યા અને અભિનેત્રી જ્યોતિકાએ ફરી કર્યા લગ્ન
લગ્નના ૨૦ વર્ષ બાદ અભિનેતા સૂર્યા અને અભિનેત્રી જ્યોતિકાએ ફરી કર્યા લગ્ન
Published on: 16th September, 2026

સાઉથ સિનેમાની પ્રખ્યાત જોડી સૂર્યા અને જ્યોતિકાએ લગ્નના ૨૦ વર્ષની ઉજવણી એક અનોખા અંદાજમાં કરી છે. બંનેએ એક ખાનગી સમારોહમાં ફરી એકબીજાનો હાથ પકડ્યો. જ્યોતિકાએ સોશિયલ મીડિયા પર આ સમારોહનો વીડિયો શેર કર્યો, જેમાં તેમણે તેને "THE SEQUEL" નામ આપ્યું. આ કોઈ પરફેક્ટ મેરેજનો જશ્ન નથી, પરંતુ એકબીજાની ભૂલો, સમજ, ત્યાગ અને નિસ્વાર્થ પ્રેમને સ્વીકારવાનો જશ્ન છે, તેમ તેમણે કહ્યું. આ પ્રસંગે તેમના બાળકો, સૂર્યાના ભાઈ કાર્તી અને પરિવારના નજીકના લોકો હાજર રહ્યા હતા.