અભિનેત્રી સંદીપા વિર્કે તિહાર જેલના અત્યાચાર વર્ણવ્યા
અભિનેત્રી સંદીપા વિર્કે તિહાર જેલના અત્યાચાર વર્ણવ્યા
Published on: 16th September, 2026

પંજાબી અભિનેત્રી સંદીપા વિર્કે તિહાર જેલમાં વિતાવેલા સાડા ચાર મહિનાના અત્યંત દર્દનાક અનુભવો વર્ણવ્યા છે. પોડકાસ્ટ ઇન્ટરવ્યુમાં ભાવુક થઈને તેણે જેલ પ્રશાસન, સુરક્ષા તપાસના નામે થતી હેરાનગતિ અને મહિલા કેદીઓની દયનીય સ્થિતિ અંગે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. ₹6 કરોડના મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ બાદ, જામીન પર બહાર આવી તેણે જેલની અંદર ચાલતી માનસિક અને શારીરિક યાતનાઓ પરથી પડદો ઉઠાવ્યો છે. આશરે 27 વખત સ્ટ્રીપ સર્ચ અને દિવસમાં 3 વાર કપડાં ઉતરાવાતા, તેણે આત્મસન્માનની કિંમત ન હોવાનું અને અમાનવીય વર્તણૂકનું વર્ણન કર્યું.