ગિરનાર પર ધુમ્મસ, વરસાદ અને વાદળોનો અદ્ભુત નજારો
ગિરનાર પર ધુમ્મસ, વરસાદ અને વાદળોનો અદ્ભુત નજારો
Published on: 17th September, 2026

જૂનાગઢ સ્થિત પવિત્ર ગિરનાર પર્વત પર હાલમાં ઝરમર વરસાદ અને ઘેરાયેલા વાદળો વચ્ચે કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઊઠ્યું છે. પ્રકૃતિ અને પરમેશ્વરના આ અદ્ભુત સમન્વયનો આનંદ માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ ગિરનારની મુલાકાતે પહોંચી રહ્યા છે. વાદળોની વચ્ચે રોપવે અને સીડીઓની આહલાદક સફરનો અનુભવ થઈ રહ્યો છે. રોપવેની સુવિધા નાના-મોટા સૌ માટે દર્શન સરળ બનાવે છે. પ્રવાસીઓએ આ અનુભવને સ્વર્ગ સમાન ગણાવ્યો.