સારા તેંડુલકરનો પીકોક-પ્રિન્ટ સાડી અને હીરાના ઘરેણાં વાળો લુક થયો વાયરલ
સારા તેંડુલકરનો પીકોક-પ્રિન્ટ સાડી અને હીરાના ઘરેણાં વાળો લુક થયો વાયરલ
Published on: 16th September, 2026

ગણેશ ચતુર્થીના પાવન અવસરે, ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકરે તેના પરંપરાગત લુકથી સોશિયલ મીડિયા પર સૌનું ધ્યાન ખેંચ્યું છે. સારાએ ગણેશોત્સવ દરમિયાન તેના ખાસ લુકની તસવીરો શેર કરી હતી. તેણે પીકોક કલરની, બારીક ઝરી અને ભરતકામથી સજ્જ સાડી સાથે હેવી સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યું હતું. કુંદન અને અનકટ ડાયમંડ જડેલા ભારે હાર અને મોગરાના ફૂલોથી તેના સૌંદર્યમાં વધારો થયો હતો.