દિગ્ગજ અભિનેતા અનંત નાગને મળ્યો પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડ
દિગ્ગજ અભિનેતા અનંત નાગને મળ્યો પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડ
Published on: 16th September, 2026

ભારતીય સિનેમા જગતના સર્વોચ્ચ 'દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડ'ની જાહેરાત કરવામાં આવી છે. કન્નડ સિનેમાના દિગ્ગજ અભિનેતા અનંત નાગને તેમના બહુમૂલ્ય પ્રદાન બદલ આ સન્માન એનાયત કરાશે. PIB દ્વારા આ જાહેરાત કરાઈ છે અને સિલેક્શન કમિટીની ભલામણ પર કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે. આ પ્રતિષ્ઠિત પુરસ્કાર અનંત નાગને 22 સપ્ટેમ્બર 2026ના રોજ ગુજરાતના કેવડિયા ખાતે 72મા નેશનલ ફિલ્મ ઍવૉર્ડ્સ સમારોહ દરમિયાન આપવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા 'X' પર તેમને અભિનંદન પાઠવ્યા છે.