તરણેતર મેળામાં 'લાડુ સ્પર્ધા': પ્રથમ વિજેતાએ 30 મિનિટમાં ખાધા 28 લાડુ
તરણેતર મેળામાં 'લાડુ સ્પર્ધા': પ્રથમ વિજેતાએ 30 મિનિટમાં ખાધા 28 લાડુ
Published on: 16th September, 2026

સુરેન્દ્રનગરના વિશ્વપ્રસિદ્ધ તરણેતર મેળામાં ગ્રામીણ ઓલિમ્પિક્સ હેઠળ યોજાયેલ 'લાડુ સ્પર્ધા'માં 28 સ્પર્ધકોએ ભાગ લીધો. 25 થી 75 વર્ષની વયના સ્પર્ધકોએ 30 મિનિટમાં દાળ-બેસનના લાડુ ખાધા. ઝાલાવાડની લોકસંસ્કૃતિનો અનોખો ભાગ બનેલી આ સ્પર્ધામાં વિંછીયાના બળવંતભાઈ રાઘવાણીએ 28 લાડુ આરોગીને પ્રથમ સ્થાન મેળવ્યું. તેમને રૂ. 2000નો રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો. આ સ્પર્ધામાં ગ્રામજનોએ ભારે ઉત્સાહ દાખવ્યો.