પોરબંદર મનપા દ્વારા સુભાષનગર વિસ્તારમાં JCB અને ટ્રેક્ટરથી સફાઈ
પોરબંદર મનપા દ્વારા સુભાષનગર વિસ્તારમાં JCB અને ટ્રેક્ટરથી સફાઈ
Published on: 30th July, 2026

પોરબંદર મહાનગરપાલિકાની સેનિટેશન શાખાએ ચોમાસાને ધ્યાનમાં રાખી સુભાષનગરના જાવર રોડ પર વિશેષ સફાઈ ઝુંબેશ હાથ ધરી. આ કામગીરીમાં જે.સી.બી. મશીન અને ટ્રેક્ટરનો ઉપયોગ કરી 8 ટ્રેક્ટર જેટલો ઘન કચરો દૂર કરાયો. હાલ બોટ રિપેરિંગને કારણે નીકળતા કાટમાળ, થર્મોકોલ અને પ્લાસ્ટિકના ઢગલા થયા હતા. મનપાએ લોકોને ખુલ્લામાં કચરો ન ફેંકી શહેર સ્વચ્છ રાખવા અપીલ કરી.