અમરેલીના લીલીયાના વકીલોએ હાઈકોર્ટ બેન્ચ માટે મામલતદારને આવેદન પત્ર આપ્યું
અમરેલીના લીલીયાના વકીલોએ હાઈકોર્ટ બેન્ચ માટે મામલતદારને આવેદન પત્ર આપ્યું
Published on: 30th July, 2026

લીલીયા બાર એસોસીએશનના વકીલોએ હાઈકોર્ટની બેન્ચ રાજકોટમાં સ્થાપવાની માંગ સાથે મામલતદારને આવેદન પત્ર સુપરત કર્યું. વકીલોના જણાવ્યા મુજબ, હાઈકોર્ટમાં 40% કેસ સૌરાષ્ટ્ર-કચ્છના હોય છે. રાજકોટમાં બેન્ચ સ્થપાતા કેસોનો ઝડપી નિકાલ થશે અને લોકોને અમદાવાદ ધક્કા ખાવા નહીં પડે. સૌરાષ્ટ્રની 2 કરોડની વસ્તીને ન્યાય મેળવવામાં સરળતા રહેશે. ચૂંટણી સમયે રાજકોટને બેન્ચ આપવાના સરકારના વચનો અને રાજકોટમાં ઉપલબ્ધ સુવિધાઓને ધ્યાનમાં રાખી તાત્કાલિક નિર્ણય લેવા અપીલ કરાઈ.