વલસાડ પૂરમાં વિદ્યાર્થીઓના પુસ્તકો, બેગ તણાયા
વલસાડ પૂરમાં વિદ્યાર્થીઓના પુસ્તકો, બેગ તણાયા
Published on: 30th July, 2026

વલસાડ જિલ્લામાં થયેલ અતિભારે વરસાદ અને પૂરના કારણે શાળાઓ પણ અસરગ્રસ્ત થઈ છે. અનેક શાળાઓમાં પાણી ઘૂસી જતાં શૈક્ષણિક કામગીરી ખોરવાઈ છે. સર્વે મુજબ, 7 હજારથી વધુ વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકો, નોટબુક અને બેગ વિનાના બન્યા છે. આ સ્થિતિમાં, જિલ્લા શિક્ષણ વિભાગે ગાંધીનગર શિક્ષણ નિયામકને જાણ કરીને યુધ્ધના ધોરણે કાર્યવાહી શરૂ કરી છે. અસરગ્રસ્ત વિદ્યાર્થીઓ માટે નવા પાઠ્યપુસ્તકોની માંગણી કરવામાં આવી છે, જેથી કોઈપણ વિદ્યાર્થીના અભ્યાસમાં વિક્ષેપ ન આવે.