પ્રાણીઓના ચામડા વિના, વેગન લેધરનો વધતો ટ્રેન્ડ
પ્રાણીઓના ચામડા વિના, વેગન લેધરનો વધતો ટ્રેન્ડ
Published on: 18th August, 2026

પ્રાણીઓ પ્રત્યેની દયાભાવનાને કારણે રચિતા જેવી અનેક વ્યક્તિઓ હવે કમાવેલા ચામડાને બદલે વેગન લેધરનો ઉપયોગ કરવાનું પસંદ કરી રહી છે. વેગન લેધર, જે વૃક્ષો, પ્લાસ્ટિક, ખેત પેદાશો, ફૂલો, શેરડી, ફળોની છાલ, અનાનસના પાન અને અન્ય સિન્થેટિક મટિરિયલ્સમાંથી બને છે, તે પ્રાણીઓના ચામડા જેવું જ દેખાય છે. તે વધુ ટકાઉ, સાફ કરવામાં સરળ, ગંધહીન અને વિવિધ ડિઝાઇનમાં ઉપલબ્ધ છે. વધુમાં, તેનું ઉત્પાદન મર્યાદિત પ્રાણીઓના ચામડા કરતાં વધુ પ્રમાણમાં થઈ શકે છે અને રસાયણો તથા પાણીનો ઓછો ઉપયોગ થાય છે. આ કારણે, ૨૦૩૦ સુધીમાં વેગન લેધરનું બજાર ૧૩૧.૪ મિલિયન અમેરિકી ડોલર સુધી પહોંચવાની ધારણા છે.