મહેસાણામાં બનશે પ્રથમ CD વેસ્ટ પ્લાન્ટ
મહેસાણામાં બનશે પ્રથમ CD વેસ્ટ પ્લાન્ટ
Published on: 30th July, 2026

મહેસાણા શહેરમાં બાંધકામનો કાટમાળ આડેધડ ફેંકવાની સમસ્યાનો અંત લાવવા માટે મહાનગરપાલિકા રૂ.6.01 કરોડના ખર્ચે કન્સ્ટ્રક્શન એન્ડ ડિમોલિશન (સી એન્ડ ડી) વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપવાની તૈયારીમાં છે. પ્લાન્ટ શરૂ થતાં જ, નિર્ધારિત ચાર્જ ચૂકવીને તમામ બાંધકામનો કાટમાળ મનપાના પ્લાન્ટમાં જ જમા કરાવવો ફરજિયાત બનશે. ત્યાં તેનું પ્રોસેસિંગ કરીને પેવિંગ બ્લોક તેમજ પુરાણ માટે ઉપયોગી મટિરિયલ તૈયાર કરાશે. આ પ્રોજેક્ટ માટે સ્વચ્છ ભારત મિશન (અર્બન) ગુજરાત હેઠળ રૂ.4 કરોડની ગ્રાન્ટ ફાળવાઇ છે. આ નવી વ્યવસ્થાથી શહેરમાં કાટમાળના નિકાલ પર અસરકારક નિયંત્રણ આવશે.