પાટણ જિલ્લાના 3 તાલુકા જુલાઈના પ્રથમ સપ્તાહે અછતમુક્ત
પાટણ જિલ્લાના 3 તાલુકા જુલાઈના પ્રથમ સપ્તાહે અછતમુક્ત
Published on: 09th July, 2026

ચોમાસાની સિઝનમાં પાટણ જિલ્લા માટે જુલાઈ મહિનાનું પ્રથમ સપ્તાહ આશાસ્પદ રહ્યું છે. 125 મિલીમીટર (આશરે 5 ઇંચ) કે તેથી વધુ વરસાદ ધરાવતા તાલુકા અછતમુક્ત ગણાય છે. જિલ્લાના 9 માંથી 3 તાલુકાઓ જુલાઈના પ્રારંભમાં જ અછતમુક્ત થઈ ગયા છે. કુલ સરેરાશ વરસાદ 104.44 મિલીમીટર સુધી પહોંચ્યો છે, જે સમગ્ર જિલ્લાને અછતમુક્ત થવાની નજીક દર્શાવે છે. ધોધમારને બદલે સમયાંતરે વરસાદ પડ્યો છે. તમામ તાલુકાઓમાં વાવણી લાયક વરસાદ (50 થી 75 મીમી) થયો છે. સાંતલપુર (40 મીમી) સિવાયના 8 તાલુકાઓમાં 50 મીમીથી વધુ વરસાદ થતાં ખેડૂતોએ વાવણી શરૂ કરી દીધી છે.