ટાયફૂન બાવી: 200 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન
ટાયફૂન બાવી: 200 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન
Published on: 09th July, 2026

પ્રશાંત મહાસાગરમાંથી ઉદ્ભવેલું, ફ્રાન્સ દેશ જેટલું વિશાળ અને વિનાશકારી 'ટાયફૂન બાવી' તાઇવાન, ચીન અને જાપાન તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. 200 કિલોમીટર પ્રતિ કલાકની પ્રચંડ ગતિ ધરાવતા આ વાવાઝોડાને કારણે ત્રણેય દેશોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ તોફાનને છેલ્લા ઘણા વર્ષોનું સૌથી શક્તિશાળી ગણાવીને નાગરિકોને કટોકટી માટે તૈયાર રહેવાની અપીલ કરાઈ છે. વૈજ્ઞાનિકો 'અલ નીનો' અને ક્લાઇમેટ ચેન્જને આવા ઘાતક વાવાઝોડા માટે જવાબદાર ગણાવી રહ્યા છે.