વિજાપુરના આસોડા ગામનો RO પ્લાન્ટ ધૂળ ખાય છે, ગ્રામજનો શુદ્ધ પાણીથી વંચિત
વિજાપુરના આસોડા ગામનો RO પ્લાન્ટ ધૂળ ખાય છે, ગ્રામજનો શુદ્ધ પાણીથી વંચિત
Published on: 30th July, 2026

વિજાપુર તાલુકાના આસોડા ગામમાં 15મા નાણાપંચ (2024-25) હેઠળ નિર્માણ થયેલો RO પ્લાન્ટ ધૂળ ખાઈ રહ્યો છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, પ્લાન્ટ શરૂ થયાના દિવસથી આજદિન સુધી એક પણ વાર કાર્યરત થયો નથી. સરકારની ગ્રાન્ટથી બનેલી આ સુવિધા શોભાના ગાંઠિયા સમાન બની ગઈ છે, જેના કારણે ગામલોકોને આજે પણ શુદ્ધ પીવાના પાણી માટે અન્ય વિકલ્પો પર આધાર રાખવો પડે છે. આસોડા ગામ હજુ અનેક વિકાસકાર્યોથી વંચિત છે, અને ફાળવાયેલી ગ્રાન્ટનો વાસ્તવિક લાભ લોકો સુધી પહોંચે છે કે કેમ તે અંગે સવાલો ઉઠી રહ્યા છે.