ભાવનગરના નેસડા ગામે ખેડૂતોની જમીનમાં વીજલાઈન નાંખવાના કામ સામે ઉગ્ર વિરોધ
ભાવનગરના નેસડા ગામે ખેડૂતોની જમીનમાં વીજલાઈન નાંખવાના કામ સામે ઉગ્ર વિરોધ
Published on: 18th August, 2026

સિહોર તાલુકાના નેસડા ગામે આહીર સમાજના ખેડૂતોની જમીનમાં વીજ કંપની દ્વારા મંજૂરી વગર ગેરકાયદે વીજલાઈન નાંખવાના પ્રયાસ સામે ખેડૂતો અને રાજકીય આગેવાનોએ ભારે વિરોધ નોંધાવ્યો. આ બાબતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ પણ ખેડૂતોની સાથે જોડાયા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે સિહોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ, સહમંત્રી, આપના પ્રમુખ સહિત અનેક આગેવાનો અને ખેડૂતોની અટકાયત કરી હતી. લોકોમાં પોલીસની આ કાર્યવાહી સામે આક્રોશ જોવા મળ્યો હતો અને ખેડૂતોના હિતોનું રક્ષણ કરી ગેરકાયદે કામગીરી તાત્કાલિક બંધ કરવાની માંગ કરી હતી.