રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાની ખેડૂતો સાથે બેઠક
રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાની ખેડૂતો સાથે બેઠક
Published on: 19th July, 2026

મોરબી જિલ્લામાં વીજ લાઈન પસાર થવાથી અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર મળી રહે તે માટે રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાની અધ્યક્ષતામાં ખેડૂત પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ. આ બેઠકમાં, ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા સંવેદનશીલ સરકાર દ્વારા ખાસ 'માર્કેટ રેટ કમિટી'ની રચના કરવાનો નિર્ણય લેવાયો. મંત્રીએ જણાવ્યું કે, વીજ લાઇનનું કામ ભવિષ્યના વિકાસ માટે જરૂરી છે, પરંતુ ખેડૂતોના હિતો સર્વોપરી છે. કલેક્ટરે સ્પષ્ટ કર્યું કે, વળતર અંગે પ્રશ્નો ધરાવતા ખેડૂતો મામલતદાર કચેરીમાં રજૂઆત કરી શકે છે.