આણંદમાં સિંચાઈ વિભાગે ઘર સામે ગંદકી ઠાલવી
આણંદમાં સિંચાઈ વિભાગે ઘર સામે ગંદકી ઠાલવી
Published on: 19th July, 2026

આંકલાવ તાલુકાના આસોદર ગામના ગ્રામજનોએ સિંચાઈ વિભાગ સામે ગંભીર રોષ વ્યક્ત કર્યો છે. GR-14 મહી કેનાલ પાસે રહેતા લોકોને છેલ્લા ચાર વર્ષથી રસ્તાની સુવિધા નથી મળી રહી, અને લેખિત રજૂઆતો અને 'સ્વાગત' કાર્યક્રમમાં ફરિયાદ કરવા છતાં કોઈ પગલાં લેવાયા નથી. હવે, કેનાલની સફાઈ દરમિયાન નીકળેલી ગંદકી સીધી લોકોના ઘર સામે ઠાલવી દેવામાં આવી છે, જેના કારણે ભારે દુર્ગંધ અને આરોગ્યનું જોખમ ઊભું થયું છે. ગ્રામજનોએ જિલ્લા વહીવટીતંત્ર અને સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓને નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહી કરવાની અને રસ્તાનો પ્રશ્ન તાત્કાલિક ઉકેલવાની માંગ કરી છે.