AMCની EWS આવાસ યોજના વિવાદમાં: ધાર્મિક આધારે મકાન ફાળવણી બન્યું ચર્ચાનો વિષય
AMCની EWS આવાસ યોજના વિવાદમાં: ધાર્મિક આધારે મકાન ફાળવણી બન્યું ચર્ચાનો વિષય
Published on: 19th July, 2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા EWS આવાસ યોજનામાં કરાયેલી મકાનોની ફાળવણી હાલ ભારે વિવાદમાં છે. કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી 'રેન્ડમ' ફાળવણીને કારણે હિંદુ બહુમતી વિસ્તારોમાં મુસ્લિમ પરિવારોને અને મુસ્લિમ બહુમતી વિસ્તારોમાં હિંદુ પરિવારોને મકાનો ફાળવવામાં આવ્યા છે. આના પરિણામે, અજાણ્યા વિસ્તારોમાં સુરક્ષા અને સામાજિક અસુરક્ષાના ભયથી પરિવારો ત્યાં રહેવા જવા તૈયાર નથી, જેના કારણે ઘણા બધા આવાસો ખાલી પડી રહ્યા છે. જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ આ મુદ્દો AMCની સંકલન બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર સમક્ષ ઉઠાવ્યો છે.