ભુજમાં 'એક કા ડબલ'ના નામે ફ્રોડ કરતી ગેંગ ઝડપાઈ
Published on: 14th June, 2025
ભુજ શહેરના રહીમનગરમાં એઝાઝ હુસેન શેખ અને તેની ગેંગે 'એક કા ડબલ' નામે હૈદરાબાદની પાર્ટીને સોદો કરવા પોતાના રહેણાક પર બોલાવી હતી. એઝાઝ અને તેનાં મળતિયાઓએ હૈદરાબાદના બે શખ્સોને 1 લાખની જગ્યા 2 લાખ રૂપિયાની લાલચ આપી અને સેમ્પલ તરીકે અસલી ચલણી નોટો બતાડી હતી. પોલીસે ઝડપેલા આરોપીઓમાં 6 લોકો છે, જેઓના વિરુદ્ધ ઠગાઈ, લૂંટ અને હત્યાના ગુનાઓ નોંધાયેલા છે. પોલીસ દ્વારા 15 લાખ કિંમતની કાર, રોકડા રૂપિયા, મોબાઈલ ફોન્સ, અને નકલી નોટો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓ સામે ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમની કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.