બનાસકાંઠા: વિદ્યાર્થી ઓનલાઈન છેતરપિંડીનો બન્યો ભોગ, લાખો રૂપિયા ગુમાવ્યા
Published on: 14th June, 2025
આજકાલ સોશિયલ મીડિયાના યુગમાં ઓનલાઈન છેતરપિંડીની ઘટનાઓ વધતી જઈ રહી છે. બનાસકાંઠાના ડીસામાં એક વિદ્યાર્થીએ ઓનલાઈન છેતરપિંડીમાં 9.97 લાખ રૂપિયા ગુમાવ્યા છે. સ્પર્ધાત્મક પરીક્ષા માટે રાજસ્થાનના હોસ્ટેલમાં રહેતા ચાર ઠગોએ યોજના બનાવીને PS5 ગેમિંગ મશીન સસ્તા ભાવે આપવાની વાત કરી અલગ અલગ સમયે વિદ્યાર્થી પાસેથી પૈસા મગાવ્યા હતા. આ લિંક યુટ્યુબ થી પ્રસારિત કરવામાં આવી હતી. આરોપીઓ પણ વિદ્યાર્થી હોવા છતાં ઓનલાઈન છેતરપિંડી કરી. પોલીસે તેમને જયપુરમાંથી ઝડપ્યા. સરકારની સૂચનાઓ હોવા છતાં લોકો લાલચમાં પડી ઓનલાઈન ફ્રોડના શિકાર બની રહ્યા છે.

Published at: June 14, 2025
Read More at સંદેશ