વાયુસેનાને જૂનના અંત સુધીમાં સુધીમાં તેજસ Mk 1 A મળશે:આ વર્ષે કાફલામાં 12 જેટ ફાઇટર પ્લેન સામેલ થશે ; 2021 માં ₹48 હજાર કરોડમાં ડીલ થઈ હતી
Published on: 15th June, 2025
ઓપરેશન સિંદૂરના થોડા અઠવાડિયા પછી જ વાયુસેનાના કાફલામાં એક નવું વિમાન સામેલ થઈ રહ્યું છે. વાયુસેનાને આ મહિનાના અંતમાં સ્વદેશી ફાઇટર એર ક્રાફ્ટ તેજસનું આગામી પેઢીનું વિમાન તેજસ Mk 1A મળશે. ફ્લાઈંગ ટેસ્ટિંગની અંતિમ પ્રક્રિયા પૂર્ણ થયા પછી આ ફાઇટર કાફલામાં જોડાશે. ફેબ્રુઆરી 2021 માં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) સાથે 83 તેજસ Mk 1A વિમાન માટે 48 હજાર કરોડ રૂપિયામાં એક ડીલ થઈ હતી. તેની ડિલિવરી માર્ચ 2024 માં થવાની હતી. પરંતુ અમેરિકન કંપની જનરલ ઇલેક્ટ્રિક (GE) તરફથી એન્જિન F404 IN20 ની સપ્લાયમાં વિલંબને કારણે, ડિલિવરીમાં લગભગ દોઢ વર્ષનો વિલંબ થયો. HAL સૂત્રોના જણાવ્યા અનુસાર, આ માર્ચથી નવા એન્જિન આવવાનું શરૂ થઈ ગયું છે. આ વર્ષના અંત સુધીમાં 12 તેજસ Mk 1A વિમાન વાયુસેનાને સોંપવામાં આવશે. તેજસ MIG-21, MIG-27 અને જગુઆરનું સ્થાન લેશે મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતના મજબૂત ઇરાદા સાથે, સરકારે HAL સાથે કુલ 180 તેજસ Mk 1A માટે ડીલ કરી છે. પ્રથમ કન્સાઇન્મેન્ટ માં 83 એરક્રાફ્ટનો સમાવેશ થાય છે જ્યારે બીજા કન્સાઇન્મેન્ટ માં 67 હજાર કરોડ રૂપિયામાં 97 એરક્રાફ્ટની ડીલ થઈ છે. તેજસ MiG-21, MiG-27 અને જગુઆરનું સ્થાન લેશે, જે વાયુસેનામાંથી તબક્કાવાર બહાર કરવામાં આવી રહ્યા છે. વાયુસેનાના કાફલામાં 42 વિમાન હોવા જોઈએ, જે ઘટાડીને 30 કરવામાં આવ્યા છે. એક દાયકામાં તેજસ Mk 1, Mk 1A, Mk 2 ના 350 થી વધુ જેટ વાયુસેનામાં સામેલ થશે. પહેલું તેજસ Mk 2 વર્ષ 2028-29માં મળી શકે છે. વાયુસેનાના વડાએ વિલંબ પર ના રાજગી વ્યક્ત કરી હતી 29 મેના રોજ, એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહે ડિફેન્સ સિસ્ટમની ખરીદી અને ડિલિવરી માં વિલંબ પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે એક પણ પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થયો નથી. આપણે એવા વચનો કેમ આપીએ છીએ જે પૂરા ન થઈ શકે. ઘણી વખત કરાર પર હસ્તાક્ષર કરતી વખતે, આપણે જાણીએ છીએ કે તે સમયસર પૂર્ણ થશે નહીં, છતાં આપણે તેના પર હસ્તાક્ષર કરીએ છીએ. આ સમગ્ર સિસ્ટમને બગાડે છે. કનફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII) ના એનુઅલ બિઝનેસ સમિટમાં, એર ચીફ માર્શલે કહ્યું- ટાઈમ લાઈન એક મોટો મુદ્દો છે. સમયસર ડિફેન્સ પ્રોજેક્ટ પૂર્ણ ન થવાના કારણે ઓપરેશનલ તૈયારીઓ પર અસર પડે છે. 8 જાન્યુઆરીના રોજ, વાયુસેનાના વડાએ પણ તેજસ ફાઇટર જેટની ડિલિવરીમાં વિલંબ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે હજુ સુધી 40 જેટ ફોર્સને મળ્યા નથી. જ્યારે ચીન જેવા દેશો તેમની તાકાત વધારી રહ્યા છે. ફાઇટર જેટ સંબંધિત 5મી પેઢીના સ્વદેશી ફાઇટર એરક્રાફ્ટના મોડેલને મંજૂરી; તે 7000 કિલો વિસ્ફોટકો સાથે ઉડશે, રડાર તેને શોધી શકશે નહીં ભારતમાં બનનારા 5મી પેઢીના ફાઇટર એરક્રાફ્ટ એટલે કે એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ (AMCA) ના પ્રોડક્શન મોડેલને મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્ર સરકારે 27 મેના રોજ આ માહિતી આપી હતી. રક્ષા મંત્રાલયે કહ્યું હતું કે સરકારી કંપનીઓની સાથે ખાનગી કંપનીઓને પણ વિમાન બનાવવા માટે બોલી લગાવવાની તક આપવામાં આવશે.